મારા જીવનનું થયેલું છે પતન આંખોમાં,
દેખાય છે ભુલાયેલું એ વદન આંખોમાં.
રાખી દિલ પર પથ્થર એમને જવા દીધા,
લાગણીઓનું કર્યું હતું જતન આંખોમાં.
શણગારેલ જીવન વિરાન થઈ ગયું છે,
સુખના સરનામાંનું વિસર્જન આંખોમાં.
ત્યાં તમે ન દબાવો રોકાય ગયેલા શ્વાસ,
થઈ જશે મારી લાશનું દહન આંખોમાં.
વહેતા હતા એક સમયે પ્રેમના ઝરણાં,
નફરતની ભરાય ગઈ છે અગન આંખોમાં.
આપે જાણ્યો મને મલકાટ કરતા વદને,
જોવા હોઈ તો જો દર્દ, ગહન આંખોમાં.
વાસ્તમાં રચ્યા હતા અમે પ્રણય મહેલ,
જમીનદોસ્ત થયા છે એ ભવન આંખોમાં.
મંચ પરથી દૂર દૂર સુધી જનમેદની જોઈ,
ને હતા મારે આંસુના વજન આંખોમાં.
આંખો ખુલ્લી હતો છતાં છેતરાય ગયા,
સાચવ્યા છે મનોજ એ સર્જન આંખોમાં.
મનોજ સંતોકી માનસ