તારા વગર મને ગઝલ વિધવા જેવી લાગી,
આ બરફની વર્ષા પણ અંગારા જેવી લાગી.
એકલી વહેતી લાગણીને તારો સંગમ થયો,
મુજની જમનાને તું ત્યારે ગંગા જેવી લાગી.
વાંચી મારી ગઝલ સૌ એક સાથે બોલ્યા'તા,
ગઝલ અક્ષરે અક્ષર એ તમારા જેવી લાગી.
ન પૂછતાં કઈ રીતે ઉભા રહ્યા છીએ વર્ષોથી,
જીવનની ક્ષણે ક્ષણ મને જમાના જેવી લાગી.
મળે છે ક્યારેક દર્શન તો હું કરી લઉં તમારા,
જુગનુંની રોશની પણ સિતારા જેવી લાગી.
ભર બપોરે મુર્હત મળ્યું એમને મળવાનું અહીં,
ધગધગતી આ બપોર મને સંધ્યા જેવી લાગી.
એમનો પત્ર આવ્યો છે, એટલે આનંદ છે મને,
ને નામાબરની વાત પણ દિલાસા જેવી લાગી.
ફરી આગમન મનોજ એનું થશે આ જીવનમાં,
હતી વસંત સદા છતાં મને પાનખર જેવી લાગી.
મનોજ સંતોકી માનસ