Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ આવ્યા મહેફિલમાં ને સ્મિત કર્યું, એ તો માત્ર એનો એક સદાચાર છે.
હજાર વાર ઇનકાર કર્યો છે એમને, પ્રેમનો પણ એમને ક્યાં કોઈ વિચાર છે.

જે ને નથી મળી એનો હાલત તો ક્યારેક પૂછો તમે સુરાલયમાં લાવી ને,
સુકાતું ગળું, દિલમાં ધખધખતા અંગાર, ભગ્નપ્રેમનો એ જ તો ઉપચાર છે.

કઈ જ બોલ્યા વગર એ એમ જ મને આલિંગન કરી ગઈ છે જાહેરમાં,
આંખોમાં સાચવેલા અણમોલ આંસુનો એને પણ જીવનભરનો ભાર છે.

હમણાં નિરંતર હસતો રહું છું હું, ભીડમાં હોઈ કે એકલતામાં હોઈ હું,
તમે શું જાણો? ખુશી ને દર્દના હાસ્યના પણ અહીંયા અનેક પ્રકાર છે.

જરાક ખમી જાવ, તમારો પણ વારો આવશે આ થયેલ જખમ પછી,
મને પણ ખબર છે તમારે મને આપવાનો અણમોલ એક ઘાવ ઉધાર છે.

એ જતા રહ્યા અમને છોડીને, અમે પણ ચાલતા થયા મંજિલ તરફ,
એવું નથી અમે ભૂલી ગયા, આવો તમે ફરી તો હજુ તમને આવકાર છે.

મારી ગરદન પર રાખી તલવાર એમ તમે મને ક્યારેય લખાવી ન શકો,
નથી ઝુક્યો ક્યારેય એનું આ પરિણામ છે આ જ એનો પૂરો સાર છે.

આ ઉછળ કુદ જોઈ તમે ખુશી ખોટી અનુભવી રહ્યા છો મારા દોસ્ત,
અહીં જંગલમાં વાંદરાને સિંહ બનાવવાનો અંધ તમારો પ્રચાર છે.

તખ્ત, તાજ, રુતબો, શોહરત, આ બધાને લાત મારીને આવ્યો છું,
કોઈ મને કેદ ન કરી શકે ભૌતિકતા, એવું ન સમજો મનોજ ઉદાર છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111858494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now