સતયુગની શોધને મેં જતનથી સાચવી રાખી છે,
મેં ક્યાં ક્યારેય મદિરા માંગી ને પેટમાં નાખી છે.
જેમ આવે એમ વેડફે છે, એની શુ કિંમત તેની,
માત્ર એક બુંદની તરસમાં જિંદગી વેડફી નાખી છે.
મંદિરમાં અને મસ્જિદમાં રોજ થાય છે બબાલ,
માત્ર એક સુરાલય છે જ્યાં એકતાને રાખી છે.
એક જમા અંદર ગયો ને ડોલવા લાગ્યા તમે તો,
જોવો ખુદને સમ્રાટ, આ તો ખાલી એક ઝાંખી છે.
પાબંધી છે છતાં મળે છે એ અહીં ગલી એ ગલી,
થાય છે છાની કટકી અને કપડાંનો રંગ ખાખી છે.
હોશથી જેઓ પીવે છે, એને ક્યાં ખબર અસરની,
ડગમગતા પગ ને ધ્રુજતા હાથ, જવાની ભાખી છે.
લાયકાત વગર જે પીવે છે ઢોરની જેમ શરાબને,
મનોજ એ લાગે છે ભૂંડ જેવા ને લાગે પાખી છે.
મનોજ સંતોકી માનસ