તું ન આવ તો તારા આવવાનો આભાસ દે,
શ્વાસ લેતા અને છોડતા મસીનને પ્યાર દે.
આ નફરતના અંધકારમાં વીતી છે જિંદગી,
સનમ આવ તું થોડો મહોબતનો ઉજાસ દે.
મુરજાવવાની અણી પર છે ફૂલ એક બાગનું,
ફરીથી મહેકી ઉઠે ઉપવન એવી તું સુંવાસ દે.
જખ્મો ધરબાય ગયેલા છે કોમળ હૃદય પર,
ભલે મળે મને એક ખુશી, ને એ મને ખાસ દે.
લથડીયા ખાઈ રહ્યા છે, મારા પોતાના કદમ,
પહોંચીસ હું મંજિલ પર, મને તું વિશ્વાસ દે.
હતી અને રહેશે આ શબ્દોની જાહોજલાલી,
એને તારી સમક્ષ રજુ કરુ એટલો પ્રયાસ દે.
કમબખ્ત ફરી છેતરી ને ચાલી ગઈ એ રાત,
તું આવે મારા સમણે એવો તો અહેસાસ દે.
હકીકતમાં એ માત્ર ભાગ હતા આ જીવનનો,
છતાં પણ "મનોજ" એને તું જગ્યા ખાસ દે.
મનોજ સંતોકી માનસ