#ભારતના_મહાન_વૈજ્ઞાનિક
#સી_વી_રામનને_વંદન ....⚘⚘

પ્રકાશના કિરણો કઇ રીતે કાર્ય કરે અને તે પૃથ્વી ઉપર કઇ રીતે આવે છે તે વિશે ઊંડું સંશોધન કરી લોકોને માહિતગાર કરનાર ભારતીય ભૌતિક શાસ્ત્રી સી.વી.રામન વિશે આજે વાત કરીશું.

સી.વી.રામનનું આખું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતું.

સી.વી.રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિળનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિળ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મેળવી આપ્યું. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વારસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો. તેમણે ખગોળશાસ્ત્રમાં પોતાનું ઊંડું યોગદાન આપી ઘણી શોધ કરી છે.

રામન પ્રેસિડન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઇ.સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ.સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી. જેમાં તેઓ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળ્યો હતો. ઇ.સ. ૧૯૦૭ના વર્ષમાં તેમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૭૦%થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ તેમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડિયન ફયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

ડો. ચંદ્રશેખર વેંકટ રામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાન જગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડયો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌપ્રથમ તેમને એનાયત કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડો. રામને તેમને નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઊંડું સંશોધન કયુંર્ હતું. જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં તેમના નામ ઉપરથી ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું છે.

Gujarati Thought by Pandya Ravi : 111842683
Aarohi Sharma 1 year ago

Ham has yaarr aarohi....sharama apane hame like kiya hai yarrr bhul gye ho kya ...hamare post ko aap like kyu kar rahe ho jiii

Kamlesh 1 year ago

વાહ!!!... ખુબ સુંદર માહિતી...!!!

Shefali 1 year ago

ખૂબ સરસ માહિતી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now