અંદરથી તૂટી રહ્યો હતો ને ચહેરાથી હસી રહ્યો હતો.
ભીડની અંદર શ્વાસ રૂંધાયા, ખૂણામાં ખસી રહ્યો હતો.
મારા જેવી તડપ તું કોઈને ન આપતો ઓહ ભગવાન,
જામ સામે જ હતો અને હું સતત તરસી રહ્યો હતો.
કેવા ચોઘડિયામાં મેં પ્રસ્થાવ મોકયું હતો તેને પ્રેમનો,
ને કર્યો જેમને પ્રેમ અમે એને જ હું ભરખી રહ્યો હતો.
તમામ દોષના પોટલાં હું મારા માથે લઈ ને આવ્યો છું,
કારણ એટલું, એમનો ભવિષ્યકાળ લપસી રહ્યો હતો.
એમની એક ઈચ્છા ને ખાતર અનેક ગાઉ હું ચાલ્યો છું,
તેઓ ઘર બનાવી ને બેઠા છે અને હું ભટકી રહ્યો હતો.
મૌન હતો, ડૂસકું ન ભર્યું, ન છલકી પડી મારી આ આંખ,
એક ચીખ દિલમાં ધરબાઈ ગઈ, પ્રેમ ખટકી રહ્યો હતો.
આ અગોચર જીવનની દાસ્તાન કોઈને કહેતા નહિ તમે,
"મનોજ" મોત છેટું હતું ને ખોટા શ્વાસ શ્વસી રહ્યો હતો.
મનોજ સંતોકી માનસ