હરી ગોતતા હુ શબ્દ મળે ...
હુ ને ખોદતા તુ નો અર્થ મળે.
આંખો ભીની કરી જાણે જે ..
એને તરત અંદરનુ સહોદર મળે .
નિજ ભંભેરી કરો કદી જરા ...
તો અલગારી પેલો નાદ મળે .
હશે ની બાદબાકી , હતુ નો સરવાળો ..
જીવન આજના ગુણાકાર મા મળે .
આવેશ પરિવેશ થી આબાદ રહી જાણો ..
તો નગ્નતા મા કયાક મહાવીર પણ મળે .