જાણુ છુ એટલુ હંમેશા માણી નથી શકતી ...
સ્ત્રી છુ, પાણી બહાર પગ માંડી નથી શકતી .
ઝાંઝર તુટી ગઈ મારી મંજીલ તરફ પહોંચવા ...
હાશકારા માટે હવે ખંભો માંગી શકતી નથી .
કયારે ખુદને સાંભળી એ તો આત્મકથા નો વિષય છે ...
બે પન્ના વચ્ચેનુ મોરપીછ હવે સાચવતી નથી .
'હા' થી લઈને 'હશે' સુધી મા જ મ્યાન થઈ ગઈ...
આંગળી થી પુઠ નો ભાર હવે જીરવાતો નથી .
હશે હવે , મારુ સ્વમાન તો હવે સાચવી લઉ ...
સરખામણી અને નકલ ની ભેદરેખા સમજાતી નથી.