અમસ્તા જ તારી એ વાત ગળે ઉતરી ગઇ....
પાનુ ઉઘાડયુ અને લાગણીઓ છતી થઇ ગઈ .
શુ કહી ગયુ સારસ મરતી વેળા એ રામ જાણે ...
રામાયણ એક લુટારા ના હાથે કંડારાઇ ગઈ.
ઝઝુમ્યા ઘણા મુળ છેક સુધી પહોચાડવા માટે...
ઇચ્છા ના વાવાઝોડા મા બાજી સંકેલાઈ ગઈ.
એણે જતી વેળા કહ્યુ કે પાછા તો મળશો ને ...
જીંદગી કેમ જાણે હવે ત્યાં જ રોકાય ગઈ.
કંઇક કહેવા કરતા તો પુછી લેવામા જ મજા છે...
બાળ સહજતા મા ઘણી ગીતાઓ ગવાય ગઈ.