એક નમતા દિવસે દરિયાકિનારે સાંજની સાથે હતી મારી એકલતા, મારા અતિતના પન્ના, મોજની માફક એ દિલ અને દિમાગ આવી તોફાન મચાવી રહ્યા હતા.
અનેક રાતો તેની સાથે જાગી મેં ઉજાગરાને જાગરણ બનાવ્યા હતા. હરેક ક્ષણે મેં તેમને મારામાં ભર્યા હતા, તેના શ્વાસોની ગરમાહટ હજુ પણ મારા શ્વાસમાં સમવાનું નામ નહોતી લઈ રહી.
પહેલીવાર તેને મળ્યો હતો તેની આંખોમાં જોયો હતો અગાધ પ્રેમ. તેનો હાથ પકડી થોડા પગલાં હું ચાલ્યો હતો. ભરબપોરે હું તેના પ્રેમના છાયામાં ઠંડક મહેસુસ કરતો હતો.
પણ, વચ્ચે કઈક એવું બન્યું કે બધુ વિખરાય ગયું, ચહેરાની ભીતર દર્દ છવાય ગયું. ન સમય તેને રહ્યો, તેની ખુદની દુનિયામાથી મને જોવાનો, મારુ દર્દ એક પથ્થર બની જીવનનો બોજ થઈ ગયું.
બસ એ બોઝને લઈ બેઠો હતો, સાંજના સમયે દરિયા કિનારે જેથી મારા આંસુની ખારાસ કોઈ વર્તી ન શકે....
મનોજ સંતોકી માનસ