વાર્તા એટલી જ હતી, એક રાજા હતો એક રાણી હતી,
યૌવનનો થનગનાટ હતો, બન્નેમાં મસ્ત એક જવાની હતી.
બન્નેના આલિંગન માંથી પસાર થતી હવા બની પ્રેમમય,
બધી ઋતુઓ, ચારો દિશાઓ, ગગન ને ધરા દિવાની હતી.
વાર્તા એમ જ આગળ વધી રહી, કવિતા તમને કહી રહી
થયા બન્ને જુદા સમય ને સંજોગને આધીન દર્દ સહી રહી
છુટા પડ્યા હતા દેહથી ચંદ દિવસનો માટે રાજા ને રાણી,
મૌન થઈ ગયો હતો રાજા, તેના દિલની ધડકન જઈ રહી.
હસતો રહ્યો એ બધા વચ્ચે, ને દિલમાં ચુભન છાની હતી.
એ આવ્યા અને ઉતાવળો બની ગઈ ગયો હતો ત્યાં રાજા,
રાણીના આગમનમાં વાગવા લાગ્યા હતા દિલના વાજા.
પણ ઇન્તજારની આ શરૂઆત હતી, દિવસે પણ રાત હતી,
કેવી રીતે પ્રેમની થઈ ગઈ, મૌન રહું જખમ સહ્યા તેને તાજા.
ખુશી ઘણી દૂર હતી, વિરહના તાપણે જિંદગી તપવાની હતી.
મનોજ દોષ કોઈને નથી આપતો, સાથ શબ્દ નસીબમાં નથી,
ઇન્તજારમાં કેટલો તડપયો હતો રાજા, હવે હિસાબમાં નથી.
તૂટી ગયેલા અરમાનો, જખમ રહ્યો છે છાનો, કેવો દિવાનો!
ભૂલવી શકે આ તમામ ભયંકર દિવસો એ નશો શરાબમાં નથી.
મનોજ સંતોકી માનસ