Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાઘડી ના પ્રકાર ને પાઘડી ની પરખ...

મોરબીની ઇંઢોણી ને
ગોંડલની ચાંચ,
જામનગરનો ઊભો પૂળો,
પાઘડીએ રંગ પાંચ.
બારાડીની પાટલિયાળી,
બરડે ખૂંપાવાળી
ઝાલાવાડની આંટિયાળી,
કાળી ટીલીવાળી.
ઓખાની પણ આંટિયાળી,
ભારે રુઆબ ભરેલી,
ઘેરીને ગંભીર ઘેડની,
જાતાં આંખ ઠરેલી,
સોરઠની તો સીધી સાદી,
ગિરનું કુંડાળું,
ગોહિલવાડની લંબગોળ,
ને વળાંકી વધરાળું.
ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી,
કળા ભરેલી કાઠિયાવાડની,
પાઘડી શીર પલાંટી.
ભરવાડોનું ભોજપરું,
ને રાતે છેડે રબારી,
પૂરી ખૂબી કરી પરજિયે,
જાડા ઘા ઝીલનારી.
બત્તી જૂનાગઢ બાબીઓની,
સિપાઇને સાફો,
ફકીરોનો લીલો ફટકો,
મુંજાવરને માફો.

વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ,
ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાાતિ સૌ પાઘડીએ પરખાતી...

Gujarati Motivational by Jay Vora : 111797449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now