હવે તો માની જા......
ચમડાંના આવરણ ચીરી દિલનો અવાજ આવે હવે તો માની જા તું... ચાલ એ જગ્યા પર બેસી જેની કલ્પના કરી છે મેં, એ દરિયા કિનારે જ્યાં સૂરજની સામે ઢળતી પૃથ્વી સંધ્યાકાળે રચતા ઉત્તુંગ અને કેસરિયા ગર્ભિત રંગના આકાશ નીચે, કિનારાને ભીંજવવા આતુર બનતા ખારા પાણીની લહેરો જ્યાં આપણા પગને સ્પર્શતી હોઈ, કોઈ અન્નડ બાળક બોલપેનની ખાલી થયેલ રિફિલને સબુ વાળા પાણીમાં ડૂબાવી બહાર કાઢી એ રિફિલમાં ફૂંક મારે અને જે ફરફોટા હવામાં ઉડે, એ ફરફોટાનું આયુષ્ય કેટલું માત્ર 10 સેકન્ડ જેટલું તો ભી એ મસ્ત બની ઉડતા હોઈ, બસ આપણને મળેલી ચંદ ક્ષણ આપણે એ જ દરિયા કિનારે વિતાવીએ....
આમ તો શોખ રહ્યો છે કુદરતના સાનિધ્યમાં બેસવાનો, એક તળાવની પાળ હોઈ કે સ્મશાનમાં રાખેલ બાકડો, પ્રીત પર બાંકડા જોડે જોરદાર રહી છે મારી. ચાલ એ બાકડા પર બેસી હાથમાં અડધી ચાની પ્યાલી હોઈ, જે હોઠોને થોડી સ્પર્શ કરી જતી વેળાએ ચા સાથે એ સમયને પણ પીવડાવતી હોઈ. તારી આંખોમાં જોવા માટે એમાં ખોવાય જવા માટે, એમાં ઓગળી જવા માટે બસ આટલી ક્ષણો મારે પૂરતી છે, બસ હવે તો માની જા ને તું.....
એ વસ્તીથી ત્રસ્ત શહેરની ગલિયોમાં, આ કાળજાર ગરમીમાં, તું ચહેરા પર દુપટ્ટો બાંધી બાઇક ચલાવતી હોઈ, તારા ખુલ્લા કેશ હવામાં લહેરાતા હોઈ, અને એમાંથી આવતી ખુશ્બૂ શ્વાસ મારફતે મને સ્ફુર્તિ આપતી હોય, તારા એ શહેરની ગલિયોનો નજારો ન જોઈ શકું કારણ કે તારા ગરદન અને કાનની બૂંટ વચ્ચે ક્યારેક ક્યારેક સ્પર્શ થતી તારી વાળની લટો જ મારી આંખોને કેદ કરીલે. હું આવીશ તારા શહેરમાં ચોકલેટનું પૂરું બોક્સ લઈ, હવે તો તું માની જા ને.....
✍️મનોજ સંતોકી માનસ✍️