પ્રેમ નું બંધન ... જાણે ફુલ સાથે પતંગીયા નું બંધન.
સંબંધો ના રણવિસ્તાર માં જાણે દ્વીપ નું સ્પંદન .
તમે થી તું , તું થી અમે .. બસ આટલો જ છે સરવાળો .
સથવારો માંગે છે બસ ખુલ્લા હ્દય નો હલકારો.
અટકચાળા ને આંગળી થી.. બંધિયાર છંછેડાઈ જાય છે.
અહિયાં તો લાગણી ગુંથે છે .. સ્વતંત્રતા નો કિનારો.
પ્રેમપત્ર પહેલો જગતનો .. ધર્યો હશે રુકુમનીએ કુષ્ણ ને.
ત્યારે પણ જરૂર હરખાયો હશે પેલો સ્થિતિપ્રજ્ઞ વાળો.
કિનારાઓ ભલે દુર રહ્યા હોય અથાગ પ્રેમ સમંદર ના.
બધા મરજીવા નથી હોતા, જે જોવે આપને અતુટ તળીયે.