વાદળા બાંધીને વાદળા વિખેરે, હવે તો રિજ,
ખેડૂતે ચલાવ્યા હળ, આવી રહી અષાઢીબીજ.
થઈ ગયા મોંઘા ભણતર, મોંઘી ફી ક્યાંથી લાઉ,
એક નાનકડા ખેતરમાંથી હું ઘરનો બોજ ઉઠાઉ.
તારી જેમ ભાગ્યો નથી જવાબદારીથી હરગિજ...
દીકરીના હાથ પીળા થાય, આશ લઈને બેઠો,
કોરો ધકોડ ચાલ્યો ગયો છે મહિનો પૂરો જેઠો.
વાવ્યા છે મેં સૂકી ધરામાં કન્યાદાન રૂપી બીજ...
દેવાના ચક્કર ફરતા રહે છે, અને તું હવે રુઠયો,
તું વરસ કા જીવન પૂરું કરું, ધીરજનો તાર તૂટ્યો.
દુનિયાના પાલક પિતા પર તને છે શેની આ ખીજ...
ઘણા લટકી ગયા ઝાડવે, વરસાદી આ મોસમમાં,
તું ન વરસી શક્યો, મજબૂરી છે કે ફરે તું અહમમાં.
તારા ન આવવાથી અનેક પરિવાર પર છે વીજ...
વાદળી બંધાણી, એક આભમાં એક આંખમાં,
હતા સ્વપ્ન કન્યાદાનના, તે ભળી ગયો રાખમાં.
કા ભીંજાવ મને, કા મનોજના આંસુથી ભીંજ...
મનોજ સંતોકી માનસ