તુ આવે ના આવે , યાદો ને તરબતર રાખીશું .
તું કેવો હઈશ અને કેવો હતો , એ મમળાવીશુ .
વાટ જોઈ હતી જે સમી સાંજે , તારી મળવાની .
ત્યાં ઉગેલા એક છોડ પર હવે રોજ નજર રાખશું .
હોય કોઈ કલાપી કે ભલે હોય કોઈ કાલિદાસ ...
પણ અમારી કવિતા માં તુજને આબાદ રાખીશું .
ખર્ચાઈ કે વેડફાઈ ઝિંદગી , કેટલુંક હજુ વિચારવું ..
વિટંબણાઓ ને હવે મનમાંથી બહાર જ રાખીશું .
આંખ ને પણ હજુ તારા આશાવાદ નો નશો છે ..
નહીં બંધ થાય આવજે પાછો અમે અમર રહીશું .