Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માત્ર આવડત ની વાત છે નૌકા ને પાર કરવી ...
અને પ્રતિકાર ની વાત છે , ક્યારે નકાર ભણવી .

એક ને માનો તો પણ સાગર ઉતરી જશો ...
શ્રદ્ધા ને સ્વમાન વચ્ચે એક લિટી જરૂર તાણવી .

તારે છાપરે પણ છે ઓછાયો સુરજ નો , જો જરા..
બારી ની બહાર પણ દુનિયા છે , એને માણવી .

દેશે સ્વર્ગ - અપ્સરા - સોમરસ ના પ્રલોભનો અહિં..
પણ તારી હુંડી ની આબરુ ને કિંમત તારે જ આંકવી.

તું કેવો છે - તું કેટલો છે , એની વહી નથી રાખતો એ ..
પણ તું કોણ છે, બસ એટલી જ તારે નજર રાખવી .

વેદો પુરાણો નિચોડ છે અલગારીઓ ના અનુભવ નો..
સજગતા અને સહજતા ને જ આખરી નિતી જાણવી.

Gujarati Poem by Jay Vora : 111716360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now