છે જીવન ચાર દિવસનું, મને ક્યાં ગુરુર છે,
મોતના સ્વાગતની, મારી તૈયારી ભરપૂર છે.
તેની કામયાબીના કિસ્સા ક્યાં સંભળાય છે?
તેનાથી વધુ આ બદનામી મારી મશહૂર છે.
આ સ્મિતમાં તમને લાગશે રોશની જીવનની,
દિલ અંદર મારા બધા સપના ચકનાચૂર છે.
ન છેડો તમે કારણ વગર મારી કવિતાઓ ને,
તમે જ પછી કહેશો તારી કવિતા'ય ક્રૂર છે.
ચાહ્યા છે એટલે રાખ્યા છે તેમને જતનથી,
ન સમજતા કે આ પથ્થર દિલ મજબૂર છે.
દોજખનો ડર ન બતાઓ મુજ નાસ્તિક ને,
મારા જેવા માણસથી તે કથિત ધર્મ દૂર છે.
હરેક ઘડી યાદ અપાવશે મારા વિધાન તેને,
જે છે સત્તાના કેફમાં, જેને સત્તાનું ગુરુર છે.
ઉઠાવવા નનામી ઈમાનદાર માણસ રાખશો,
એ જ મારી કામયાબીની આંખનું નૂર છે.
ગુંજસે આ હવામાં મારા શબ્દ, ગયા પછી,
મનોજ આવતા મોતને પ્રેમ કરવા આતુર છે.
મનોજ સંતોકી માનસ