આશા ને શ્રદ્ધા થી પંપાળવી ભલે જરુરી છે..
હકીકતને પણ સ્વીકારવી એટલી જ જરૂરી છે.
લાખો ની સાહ્યબી ભલે રાખો તમે અહિં ..
આંગણે તુલસી ની જગ્યા રાખવી જરૂરી છે.
જઘન્ય કૃત્ય ભલે થતાં.. સતયુગ પણ બાકાત નથી...
પણ માનવતા ની ટેક રાખવી હંમેશા જરૂરી છે.
હતી એક રાશી , કુષ્ણ અને કંસ ની યાદ રાખો..
કાળ કેવી પરીક્ષા કરે છે એમની એ પણ જરૂરી છે.
હોય ભરોસો તો , મીરાં નરસીંહ ને ત્રાજવે રાખજો..
ભાન ભુલવું ભગવત્તા માટે પણ જરૂરી છે.