મોંધુ થઈ ગયું છે વહાનો નું ઇંધણ,
જાણે દોડ્યું જાય કોઈ મસ્ત હરણ.
સામાન્ય માણસ છું સાહેબ દેશનો,
ન મળ્યું ભોજન, ફાટી ગયા ચરણ.
તરસ્યું થયું છે એ વર્ષોથી વિકાસનું,
મૃગજળ પાછળ દોડવા લાગ્યું રણ.
બતાવી ખતરામાં મુલ્ક, લૂંટ કરે છે,
વધુ કરમાં મધ્યમવર્ગનું થયું મરણ.
નઠારી વાતનો પણ ઉત્સવ મનાવે,
આગળ મોટું ઘેટું પાછળ પૂરું ધણ.
કાયદા ગણાવે પોતે અર્થશાસ્ત્રી બની,
મનોજ ન દેખાયું, ઉપવન બન્યું રણ.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas