ઉછળતા આવેગો શાંત થઈ ને બેસી ગયા, માણસ પુરા જીવનના અતીતને દબાવી બેસી ગયો હતો, ચહેરા પર અનુભવની રેખાઓ ગાઢ થઈ ગઈ હતી. શબ્દ ની કોઈ જ જરૂર ન રહી હતી જ્યાં ઊંડી ઉતરી ગયેલ આંખો બધું બયા કરતી હતી.
આ સ્થિતિ બાકળે બેઠેલા એક વૃદ્ધની હતી, જે સાંજે સૂરજની માફક રોજ રોજ ઢળી જતા હતા......
મનોજ સંતોકી માનસ