સાંજ અને સવારમાં તારો આભાસ થાય છે,
તું ન જમે ત્યારે મારે અહીં ઉપવાસ થાય છે.
હર દિશામાં જાઉં છું ને તારી યાદ આવે છે,
મારા કોરા ચહેરાને એ અશ્રુથી ભીંજાવે છે.
મારી આ એક-એક ક્ષણમાં હવે માસ થાય છે...
હવે રહું છું સદા હું મૌન છતાં વંચાય જાય છે,
એ મહેફિલમાં દર્દ દિલ અંદર છૂપાય જાય છે.
રહે છે સ્મિત વદને, દિલમાં એનો નાશ થાય છે...
મળ્યો છું સદા મૃગજળને એની પ્યાસ લાગી છે,
જોઈ મારી આ પ્યાસને એ સરિતા દૂર ભાગી છે,
રોકાય જાય ધબકાર જ્યારે, ત્યારે હાસ થાય છે...
હું નથી માંગતો કે મારે જોઈએ સાથ તમારો,
બસ માંગ્યો હતો એક દિવસનો સાથ તમારો,
માંગુ છું "મનોજ" એ ક્ષણ જે ખાસ હોઈ છે...
મનોજ સંતોકી માનસ