મારાથી મારો પરિચય એ પહેલાં અહેસાસ માં થયો..
જ્યારે એ તારો મારા આસમાન અચાનક ઝબક્યો.
એની રાહ માં વિતાવેલ સમય પણ કિમતી થયો.
આવ્યો તો નજર પણ આસપાસ ફરકવા લાગી.
એમનો પહેલો સાદ જેમ ખખડયો કોઈ અંદરનો નાદ..
સ્પર્શ એમનો જાણે કોઈ મેહુલો ડુંગર પરથી ગગડયો.
બસ એ પળો નો સાથ.. ઈચ્છા આશા થી બળવાન હતી.
યાદો ને મઘમઘતી રાખવા એ જાણે જરુરી બન્યો હતો.
હાથ હજી પણ ક્યારેક થરથરી જાય છે એમને ઉલેચીને..
ભલે ખાડામાં, મે હજી પણ હિરો ધરબાવી રાખ્યો છે.
ક્યારેક મળી જાય એ પરખંદો મને આ વિશાળતા માં જો..
કહીશ એને કે તું જ મારો પહેલો જીવંત ઉપન્યાસ હતો.