માંગે દર્દ દ્રોપદી તો કુષ્ણ હાસ્ય રેલાવી જાય છે..
ટીપું પણ ક્યારેક દરિયા ને આદેશ આપી જાય છે.
મળેલ સુખ મા કેમ ઉધારી નો ભાવ રાખતા નથી ..
ઉપજાવેલ દુઃખ માં તરત શ્રદ્ધા જાગી કેમ જાય છે.
ભુતકાળ ના ચશ્મા પહેરી ભવિષ્ય માં કેટલું જોશો હવે.
સાંજ ના દિવા પણ વહેલી સવારે ઓલવાઈ જાય છે.
'ક્ષણ' એ 'પણ' ની ખિટીએ કદી લટકાવી શકાતી નથી.
સંઘરા અને શણગાર રુપે જ એ કેદ થઈ જાય છે.
સમય ની હથોડી પડશે , આંધળા ઓનું આશ્વાસન મળશે.
યાદ રાખ, ટપારીને જ અસલી ઘડો અહિં તૈયાર થાય છે.