તું મારી શક્તિ ને કોઈ ગજામા માપી શકયો નહીં ,
આપ્યા ઘણા દુઃખ તો પણ સંતાપી શક્યો નહીં .
હતો ઘણો મગરુર તું તારા માં અને હું મારાં માં ...
હું કંઈ માંગી શક્યો નહીં અને તું કંઈ આપી શક્યો નહીં.
બન્યો અનહદ સ્વાર્થી, સ્થાન તારુ આસમાને રાખી..
રહ્યો હ્રદયે..પણ ડોક મારી ઝુકાવી શક્યો નહીં.
શબ્દો ના સથવારે માપ માં બાંધવામાં થાકી જવાયું..
મન નાં ઘોડા ને અનુભવ ની લગામ આપી શક્યો નહીં.
કોઈ માને સર્જનાર તો કોઈ માને આખરી પડાવ તને..
ધારણા ના તોરણે તું તારુ સ્થાન જમાવી શક્યો નહીં.