Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક અતિ થી બીજી અતિ ની શરૂઆત થાય છે..
માટે જ ડાકુ જેસલ પીર-પણા માં પોખાય છે.

છોડી બતાવ પ્રત્યેક ધારણા, જે છે જ ઉધાર ..
અહિં ભક્તિ ખાંડા ની ધાર પણ કહેવાય છે .

તું જ તારો આધાર, તું જ તારો તારણહાર ..
શ્વાસ જ તારી પહેલી અને આખરી કમાઈ છે.

આશ્ચર્ય અને વિસ્મય એકબીજાથી અલગ છે..
એક બહિર્મુખી અને બીજું અંતર્મુખી કહેવાય છે.

પ્રત્યેક ઘા.. આખરી પ્રહાર ન પણ બની શકે અહિ..
જો સજગતા પણ પરમાત્મા નો પર્પાય કહેવાય છે.

Gujarati Poem by Jay Vora : 111628624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now