Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું; ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું. ..

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું; બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઈ ધર્મ નથી,કોઈ કર્મ નથી,કોઈ જ્ઞાન નથી,અજ્ઞાન નથી;
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે;
હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું. ..

મનસૂરને ફાંસી દેનારા! મનસૂર હજી પણ જીવે છે;
હું માનવના હર શ્વાસ મહીં મનસૂર બતાવી જાણું છું. ..

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે;
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. ..

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે;
તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું. ..

ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે;
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. ..

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી;
હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. ..

-હરજી લવજી દામાણી ‘શયદા’

Gujarati Poem by Jay Vora : 111623129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now