દાસ્તાન-એ-અયન ...
રાધો ઘેલો કાન અને કાન ઘેલી મારી રાધા ..
સમયના ચકરાવે મુકી પજવવાની બાધા .
કંથ બની જેનો હું રહી ગયો અકબંધ ..
સંબંધ બનાવ્યા પણ, બગડયો જનમ..
પ્રેમ સ્વતંત્રતા ની આખરી સીમા છે ..
પણ હાથમાંથી છૂટશે, નોતી ખબર .
કર્મ સાચવ્યું , ધર્મ પણ નિભાવી દિધો .
બંધન પણ ફાંસી હશે, જાણ્યું જબર ..
બે પાને ઘુટાઈ ગઇ મારી તમાંમ વિટંબણાઓ..
ઈતિહાસ સફળતા નો છે, હું રહ્યો અકળ.