નજર ને દ્રષ્ટી માં કયારેક ફેરવીને તો જુઓ ...
માંહ્યલા આખલા ને હવે નાથી તો જુઓ .
ભપકા ધારણ કરી તમે અંજાવ્યા ઘણા ને ..
કેસરીયો પહેરી કોઈની આંખ ઠરાવી તો જુઓ .
પારકી સજાવટે બહું મનાવ્યા ઈશ્વર ને..
અનુભવની એરણ પર શ્રધ્ધા ચકાસી તો જુઓ.
હિમાચલ ગજાવ્યો, માયા સમજી સંસારને..
ભીતરથી નિષ્કામ કર્મ નો ભાવ કરી તો જુઓ.
ડુબવા નું જ જો ભાગ્ય ,માટીનું મંડાયેલુ છે તો ..
દિવો બની કોઈનું મંદિર અજવાળી તો જુઓ.
લખો કંઈક ને ઘરનું સરનામું આગિયા ગોતતા આવે..
કલમ માં આગ નહીં, તણખા તો જલાવી જુઓ.