શમણું જિંદગીનુ તસ્વીરો માં કેદ છે..
આગમન આગંતુક નું વેંત બે વેંત છે .
ઠઠારો જમાવ્યો છે અમે આંગણે હજુ ..
પણ આંખોમાં નિરાશા ની કાળી મેખ છે.
રાત્યુ ઘણી વિતાવી એના ઈંતજાર માં..
હ્રદયે પણ લીધો જાણે, અલગારી ભેખ છે.
કરેલા કોલ તમારા, મરણીયા બન્યા છે હવે..
આવજો, અમારી તો હજી અમર ટેક છે .