Gujarati Quote in Blog by Pandya Ravi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરદાર સાહેબ તુજ ને મારા કોટિ કોટિ વંદન

ગુજરાતની ધરતી પર જેનો જન્મ થયો , જેમનું નામ વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ.વલ્લભભાઇ એ વલ્લભ ના નામ થી નહી , પરંતુ એ સરદારના નામ થી આખા વિશ્વમાં પ્રખ્યાત થશે તેવી કલ્પના પણ નહી હોય.જે મુશ્કિલ હોય તે જ સરદાર માટે સરળ હોય. બોરડોલીના સત્યગ્રાહ વલ્લભભાઇને નવી ઓળખ આપી . ત્યાર થી સરદારના નામ થી પ્રખ્યાત બન્યાં. બારડોલી એ જ એક કુશળ શાસક આપ્યા.એનું નામ લોકોહૈયામાં છવાઇ ગયું.

બારડોલી સત્યાગ્રહ વખતે ગાંધી જી ને પણ બારડોલી આવવા ના પાડી દીધી હતી.સરદાર પોતાની ખુમારી થી જીવન જીવ્યા.બારડોલી સત્યાગ્રહ થી તેઓ ખેડુતોના નેતા તરીકે ઓળખાવા લાગ્યા.ખેડુતો તેમની વાત માનતા હતા.દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ તેઓ અનેક આંદોલનમાં જોડાયા.જયારે દેશના ભાગલા થયા ત્યાર સૌથી મોટી સમસ્યા એ આવી કે દેશને અખંડ કેમ રાખવું એ કપરો કામ બીજા કોઇ નહી પણ સરદાર કરી શકશે તેવું વિશ્વાસ હતો.સરદારે 565 જેટલા રજવાડાઓને એક કરવાનું કામ કર્યુ.જયાં જરૂર પડી ત્યાં તે રીતનો ઉપયોગ કર્યો.શામ , દામ , દંડ વગેરે અપનાવ્યા.સરદાર દુરંદેશી હતા.તેઓને ખબર હતી કે પાકિસ્તાનને જે પૈસા ભેટમાં આપ્યા છે તેનો ઉપયોગ આપણી પણ કરવાના છે.ગાંધીજી ને પણ કહયું હતું , પરંતુ ગાંધીજી ના માન્યા.ગાંધીજી એ મહાત્મા છે. સરદાર એ સરદાર હતા.છતાં પણ ગાંધીજીના સિપાહી તરીકે કામ કરતા હતા.

સરદાર ને અન્યાય કરવામાં ધણાએ લોકો કોઇ કસર નહોતી રાખી.છતાં પણ સરદાર પોતાનું કામ કરતા ગયા અને પોતાનું નામ અમર કરી ગયા.આવા અમર રાષ્ટ્રપુરુષ અને દેશહિતચિંતક ને કયારે ભુલી શકાય નથી.

- રવિ પંડયા
જય હિંદ
જય સરદાર
ભારત માતા કી જય
#sardar
#sardarpatel

Gujarati Blog by Pandya Ravi : 111601448
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now