Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંઘરી છે સોબત તારી.. હાથવેંત ચબરખી રાખી છે.
આંગણે હજુ પણ યાદોની થાપણ દાબી રાખી છે .

કાલે તને સમજાશે ભેદ , ઉપજાવેલ પેલા ભરમનો .
હજી કવિતા ના પાણી એ લાગણી ઉજેરી રાખી છે.

હથેળી માં ભલે ના હોય તને મળવાની રેખા સાબુત ..
વિધાતા ને પંપાળી , હજુ સુધી રોકી રાખી છે.

નજર એક માંડ , અહીં પણ જાજરમાન ઉપદેશો છે..
દિલાસા દેવાં અમે પણ અનુભવની કિતાબ રાખી છે.

જાણસુ અને માણસુ બેયના ભુતકાળ મોજથી હવે ..
આવજે જરૂર ..ચેતકે પણ મારી પર નજર રાખી છે.

Gujarati Poem by Jay Vora : 111599191
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now