માનસા મુસા , દુનિયા નો સૌથી ધનિક વ્યક્તિ જે 2,91,84,48,00,00,000 રુપિયા નો માલિક હતો .
ટીમ્બક્તુ , માલી .. જ્યાં જેનું રાજ હતું .
૧૩ મી સદીની આસપાસ ૭૦% સોનાનું તે ઉત્પાદન કરતું હતું અને આ સોનાની લેણદેણ તેમણે ભારત સાથેના મસાલા અને જ્ઞાન ના વેપાર સાથે કરી હતી.
ટિપુ સુલતાન..... જેણે કેરળ નું અઢળક સોનું લુટયુ હતું પણ માત્ર સાધારણ પદ્મનાભ મંદિર બચ્યું જેના માથી આપણને અત્યાર સુધી ૨૪ અરબ યુએસ ડોલર નું સોનું મળી આવ્યું છે એ પણ એક ભંડાર બાદ કરીને.
૧૩૨૪ માં કરેલ મુસાની હજ યાત્રા પ્રચલિત છે જેમાં જે માં ૬૦,૦૦૦ માણસો ,૧૨૦૦૦ સોનેરી વસ્ત્ર પહેરેલા નોકરો સાથે જ દરેક પાસે ૪ પાઉન્ડ ની સોનાની છડી , ૧૦૦ થી વધારે ઉટ અને દરેક ની ઉપર ૩૦૦ પાઉન્ડ નુ સોનું .
મુસા જ્ઞાન પ્રેમી હતો માટે રસ્તા માં આવતા કાલીકટ માથી તેમણે પુસ્તકો સોના ના ભાવે લીધા અને આ જ સીલસીલો ૧૪૯૮ માં વાસ્કો દી ગામા ભારત આવ્યો ત્યાં સુધી રહ્યો.
જ્ઞાન ની અગણીત પાંડુલીપીઓ હજુ સુધી એટલે કે ૧૯૬૦ સુધી ટીમ્બક્તુ ના રણમાં , દરેક ઘરમાં છુપાયેલી રહી . એક તારણ અનુસાર ત્યાં ૭ લાખ લિપીઓ સાચવેલી છે જેમાં વસ્તી નો આંકડો ૨૦૦૯ સુધી ૫૪,૪૫૩ હતો પણ ત્યાં જ શહેરમાં ૬૦ થી વધારે સરકારી અને ખાનગી પુસ્તકાલયો છે , પણ હજુ સુધી પુરુ જાણમાં નથી આવ્યું કે લોકો એ પોતાના ઘરોમાં હજું કેટલી લિપીઓ સાચવેલી છે.
જ્ઞાનનો પુરાવો એટલો જ પુરતો છે કે ૧૫-૧૬ મી સદીની આસપાસ ટિમ્બક્ટુ માં જ ૧૫૦ થી વધારે કેન્દ્રોમાં ૨૫૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓને સમાવવામાં આવ્યા હતા જ્યારે આપણે ત્યાં નાલંદા તથા તક્ષશિલા માં ૧૦૦૦૦ સુધી ની સંખ્યા હતી.