આવાસ ના તોરણે દિવડા બાંધ્યા છે ..
આગમન ના એના સંદેશા આવ્યાં છે .
ગુંગળામણ ના અંધારા આથમ્યા છે ..
સુરજની શાખે સંબંધ બંધાયા છે .
કઢીયેલ દુધના જમણ રાખ્યા છે ..
એંઠા બોર નાં પડીકાં બાંધ્યા છે.
આગિયા ની અજવાળી સાંજ છે ..
તારલા ને ઓટે શણગાર્યા છે ..
એ આવે , ન આવે ..વાટ જોવી રહી .
મારા પ્રેમ ના હવાલા મેં સાબુત રાખ્યા છે.
#આવાસ