ગાર્ગી છું , અરુન્ધતી છું .... હું સ્ત્રી છું .
જ્ઞાન છું , સમર્પણ છું ... હું સ્ત્રી છું .
સીતા છું , દ્રોપદી છું ...હું સ્ત્રી છું .
અધિગ્રહણ છું , અતિક્રમણ છું ..હું સ્ત્રી છું .
લક્ષ્મીબાઈ છું , પુતળીબાઈ છું ..હું સ્ત્રી છું .
સુરક્ષા છું , સંસ્કાર છું...હું સ્ત્રી છું .
સાવિત્રી છું , રોહીણી છું ...હું સ્ત્રી છું .
સહોદર છું , સ્વપિડીત છું .. હું સ્ત્રી છું .
દિકરી છું , માતા-ભાર્યા છું ... હું સ્ત્રી છું .
સંભાવના છું , સાબિતી છું .. હું સ્ત્રી છું .