Gujarati Quote in Blog by Pandya Ravi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશના પુર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મજયંતિ નિમિતે કોટિ કોટિ નમન.

દેશમાં જેમની સાદગીની મિશાલ આપવામાં આવે છે.નાનપણ થી પોતાનું જીવન સંધર્ષોમાં વિતાવ્યું.પોતાનું ભણતર પુરુ કર્યુ.તે સમયે આઝાદી મેળવવા માટે ની અહિંસાની લડાઇ ચાલી રહી હતી.અનેક આંદોલન ચાલુ હતા.તે આંદોલનોમાં જોડાઈને દેશ માટે પોતાની નિષ્ઠા અર્પણ કરી.સમય જતા તેઓની મજબુત રીતે લડાઇમાં જોડાયા.મહત્વપુર્ણ જવાબદારી મળી. જવાહર લાલ નેહરુ સરકારમાં તેઓને મહત્વપુર્ણ ખાતાઓ આપવામાં આવ્યા. તેઓ પોતાનું કામ ખુબ જ સફળતાપુર્વક પુર્ણ કર્યા.નેહરુ ના મૃત્યુ બાદ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.વડાપ્રધાન પદ રહયા ત્યારે પાકિસ્તાન પોતાની અવળચંડાઇ ચાલુ કરી ત્યારે પાકિસ્તાને કરારો જવાબ આપ્યો.પાકિસ્તાન મુંહ ની ખાવી પડી.લાલ બહાદુર શાસ્ત્રીની વાત લોકો માનતા હતા.જયારે અનાજની કમી હતી ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી લોકોને આહવાન કર્યુ હતું અઠવાડિયામાં એક ટંક નહી ખાવાનું.લોકો તેમની વાત માનતા.આજે પણ ધણા લોકો આ વાતને માને છે.કિસાનો માટે ' જય જવાન જય કિશાન ' સુત્ર આપ્યું અને એ ખરા અર્થમાં સાર્થક કરવા માટે મહેનત કરી.આવા મહાન વિર પુરુષ ને શત શત નમન.

રવિ પંડયા

#મનનુંચિંતન

Gujarati Blog by Pandya Ravi : 111583222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now