મારા #મહાત્મા ગાંધી , વિશ્વના ગાંધી
ગુજરાતની ધરતી પર અનેક મહાનુભાવ થયા.તેમાંના એક મહાત્મા કરમચંદ ગાંધી . ગાંધી એક વ્યકિત છે પણ તેઓના કામ ના લીધે એક વિચાર બની ગયા.અને આજે પણ તે વિચાર હંમેશા લોકોની સાથે રહે છે.લોકોહિત માટે સતત ને સતત અંગ્રેજો સામે લડયા.અનેક સત્યાગ્રહો કર્યા , ભુખ હડતાલો કરી.ત્યારે અંગ્રેજો પોતાના હથિયારો હેઠા મુકયા.આઝાદીમાં અનેક કાંતિકારીઓનું પણ મુખ્ય યોગદાન હતું.જેમાં ગાંધીજી ના નેતૃત્વ માં અંગ્રેજો સામે અહિંસા લડાઇ થઇ હતી.જેમાં આખરે વિજેતા ભારત થયું હતું.ગાંધીની વિચારધારા હતી , અને એક ભગતસિંહની વિચારધારા હતી.બંને પોતપોતાની જગ્યા સાચા જ હતા.વિચારધારા અલગ હોય શકે . પણ બંનેમાં મતભેદ નહોતા.ભગતસિંહ પણ ગાંધી જી ની વાત માનતા હતા.ગાંધી જી ના જીવનમાં જે સત્યના પ્રયોગો કર્યા હતા.તે આજે પણ અમલમાં મુકાઇ છે.ગાંધીજી નું સૌથી પસંદગી ' વૈષ્ણવજન તું તેને રે કહીએ' ....... જે આખા વિશ્વના લોકો સ્વીકારે છે.આજે પણ આખું વિશ્વ ગાંધી જીના અહિંસા પરમો ધર્મ ના વિચાર ને અનુસરે છે.ઘણા લોકો ગાંધી અને ભગતસિંહ બંને કમ્પેર કરીને એકને ઉંચા અને બીજા ને નીંચા દેખાડવાના પ્રયત્ન કરે છે.પરંતુ હું એટલું ચોકકસ પણે કહીશ . ગાંધી એ ગાંધી છે અને ભગતસિંહ એ ભગતસિંહ છે.બંનેના વિચારોમાંથી જે પણ સારુ છે તે લો અને તમારા જીવનમાં બદલાવ આવે તે માટેના પ્રયત્ન કરો તો.તો ગાંધી અને ભગતસિંહ ખુશ થશે.આજે ગાંધી ની 151 મી જન્મજયંતિ છે , છતાં પણ તેના વિચારો આજે પણ આદર્શ છે.23 વર્ષની ઉંમરે ફાંસી ચડનાર ભગતસિંહને પણ વિચારો પણ આદર્શ છે.તમે શું ગ્રહણ કરો છે એ મહત્વનું છે.ગાંધી એક વ્યકિત નહોતા તેઓ એક વિચાર હતા. મારામાં આજે પણ ગાંધી અને ભગતસિંહ ના વિચારો પ્રેરણાદાયી બને છે.સત્ય અહિંસા બ્રહ્મચર્ય જેવા ગુણો દ્રારા લોકમાનસ ને પ્રભાવિત કરી શકયા છે.એક સામાન્ય વ્યકિત થી લઇને રાષ્ટ્રપિતા સુધીમાં ધણા બધા સંધર્ષો કર્યા અને મહાત્મા બન્યા છે.
ગાંધી જયંતિ નિમિતે ગાંધીના વિચારોને કોટિ કોટિ નમન
-રવિ પંડયા
#મહાત્મા