લાગણી ના દરીયા માં સંબંધ નો ટાપુ રાખો ..
મુંઝાવ ત્યારે પાછું જોવા કોઈક આપણું રાખો.
આમ તો નહીં ભીંજાવ રોજના વરસાદ માં તમે...
તરબતર થવા કોઈ અલાયદું માવઠું તો રાખો .
ઘુઘવે છે કબુતરો કુવે.. ભુલ્યા વ્હાલાં નું સરનામું ...
ગોતો શેરી-ગલી , ચિઠ્ઠી હાથે જ મુકવાનું રાખો .
સુઈ ગયા જે વાર્તા બનીને , દાખલા બેસાડીને ..
એ યુગલો ને તમારી અંદર રોજ જીવતા રાખો .
પ્રેમ અને ઈશ્વર સૌનો અંગત જ હોય છે દોસ્તો ..
બજારમાં ન વહેંચો .. જુદો કંઈક મલાજો રાખો.