સ્વયં ને ઝુકવું પડે છે ... ખુદને પુછવું પડે છે ક્યારેક .
રાખી ભરોસો રામનો .. નિર્વસ્ત્ર થવું પડે છે ક્યારેક .
ધારો એવો રસ્તો સફળતાનો કાયમ નથી રહેવાનો ,
કેડી કંડારી એકલું ઝઝુમવુ પણ પડે છે ક્યારેક .
નકશા દય જાય છે ન-કશા ના હવાલા પણ અહિં ..
હસ્તરેખામાં પણ ઘસાઈ ને ખોવાઈ જાય છે ક્યારેક .
'તુ' અને 'તારા' ના તમરા રાતો હરામ કરી દે છે પણ-
અંતરનો દિવો અજવાળી રસ્તો કરવો પડે છે ક્યારેક.
#સ્વચાલિત