આંખ માં એની સપના નો કુંભમેળો જામ્યો છે ..
પાવન થાય છે એ જ, જે એણે સાકાર કર્યા છે.
હાથ ઘાયલ થયા હતા સત્ય ના સમરાંગણ માં ..
મહેંદી થી હવે એ નસીબદાર, મઘમઘી ઉઠ્યા છે.
સુરજની સપાટી હતી જેનું ભાલ હમણાં સુધી ..
ત્યાં આજ અખંડીટતા ની નિશાની હવે દેખાય છે.
ઘરગોખલા બનાવ્યા, જે આંગણે ઘુઘવાટા કરીને..
કાન્ધીએ બેસીને એ હવે વિદાય આપી રહ્યા છે .
અજાણ્યા ને નાવડી નું એક પાક્કું હલેસું આપીને ..
એ વર ને વર'વધુ' ની ઉપમા આપીને, જઈ રહ્યા છે .
સંસ્કારો નો વારસો અને નારી થી થવા નારાયણી ..
માયા રુપી મકાનને હવે ઘર બનાવા જઈ રહ્યા છે.