સ્વાદ અનોખો છે એની આંગળી માં...
જ્યારે કોઈ ગમતું પકવાન બનાવાય છે .
જેમ ભક્ત વિદુર નુ ભોજન કરવા માટે ..
ખુદ કાનો જ્યારે મહેલમાં આવે છે .
ચાખીને રાખો કર્મ ના બોર તમે અહિં ..
રામ માટે બધા અધિરા અહિં થાય છે.
ખાય છે ભકત સ્વાદહીન ભોજન અહિં ..
વ્હાલાં માટે તો કુલેર પણ અહિં થાય છે.
રસહીન જમાનામાં બસ પ્રેમ જ સ્વાદિષ્ટ છે..
બાકીમા તો મીઠું ઉમેરી સંબંધ સચવાય છે .
#સ્વાદિષ્ટ