ધારો એટલો ઊબડખાબડ નથી હોતો ..
પ્રેમ નો રસ્તો એટલો ધારદાર નથી હોતો .
અત્યારે ઉભો છે હાથમાં જે મશાલ ધરીને..
એ નરસૈંયો રાસલીલા થી દુર નથી હોતો .
ખ્યાલ રાખ્યો જે મયકશી નો ઉંબરો ચડવાનો ..
સનમ નો દરવાજો એનાથી અલગ નથી હોતો .
શ્વાસ નો ઉતારચઢાવ તારા અનુભવ મા હશે જ ..
તેનો સ્પર્શ કોઈ ચમકારા થી ઓછો નથી હોતો .
અલગારી નાદ સંભળાય છે એને જોઈને રોજ ..
યાર નો ચહેરો ઈશ્વર થી જુદો નથી હોતો .
પ્રણય ની રોજનિશી માત્ર 'સમર્પણ' નોંધે છે ..
'ત્યાગ' સાથે કોઈ સંબંધ એનો નથી હોતો .