કેમ સંબંધો કદરુપા અને વણખિલ્યા રહેતા હશે ..
કેમ હવે શ્વાસમાં વસવસા જ વહેતા રહેતા હશે .
હથેળી પર ચાંદ નો ઝરુખો બનાવવા જતાં ..
કેમ પરાયા પ્રકાશે આખે અંધારા આવી જતાં હશે.
નથી માંગણી રાખી કે નથી હવે તો કોઈ આશા પણ..
ખબર નહીં કેમ લોકો મુઠ્ઠી માં હવા ભરી રાખતા હશે.
ભપકા અને આડંબર નો જ શણગાર રહ્યો વચ્ચે હવે..
તસવીરો કહેશે કે ક્યારેક સાથે હસ્યા હશું આપણે .
સમસ્યા અને સમાધાન , જેને પડી છે એ જાણે હવે ..
રાખશું નિસ્બત એમ, વેઢે વીંટી ભરાઈ ગઈ હોય જેમ.