નજરુ નો શિકાર બન્યો ...એ મારો તારણહાર બન્યો.
રાખી ભરોસો ઝાલ્યો મને..એ મારો સલાહકાર બન્યો.
પ્રેમ તો કરવો હતો મારે પણ આજ કે કાલ સુધીમાં ..
હું અરીસો માપતો હતો પણ એ તો તૈયાર નીકળ્યો.
કરતો રહ્યો હિસાબકિતાબ.. સંબંધ જો બનાવવો હતો.
દિલની હાટડી માં સૌથી મોન્ઘો ખરીદાર એ જ નીકળ્યો.
મનની વાતું ને એમ જ કોઈ પોતાની જણસ ના બનાવે ..
પણ એ જ મારો હવે ખરેખરો કદરદાન નીકળ્યો.
ક્ષિતિજે હાથ લંબાઈ નહીં.. પણ આંખો અજાણી નથી.
બનાવ્યો જેને વિસામો એ જ મારો દિલદાર નીકળ્યો.
#શિકાર