ગુજરાતી સાહિત્યના એક ઉતમકાર સાહિત્યકાર.જેમના સાહિત્ય વગર કદાચ સાહિત્ય જ અધુરૂ ગણાય.કવિ , નવલકથાકાર , નિબંધકાર તરીકે પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર.ગુજરાતી સાહિત્યને પણ એક નવી ઓળખ આપનાર હરીન્દ્ર દવે.નાનકડા એવા ગામમાં જેનો જન્મ થયો.એ નાનકડા ગામડાની ઓળખ લોકોના મન સુધી પહોંચાડનાર હરીન્દ્ર દવે.કોક એવું હશે કે જે ના ઓળખતું હોય. એક તેમની પંકિત.જેને સાંભળતું જ વારંવાર સાંભળવાનું મન થાય.
પાન લીલું જોયુને તમે યાદ આવ્યા
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
આને સમજવાની કોશિશ કરો.તો ધણું બધું સમજાશે.આવા ઉચ્ચકોટિ સાહિત્યકારની જન્મજયંતિ શત શત નમન.