દ્રશ્ય તું મારુ બને .. હું નજર બનું તારી .
ખયાલ તું મારો બન .. હું સિમા વધારું તારી .
જીવનની દરેક પળોને આવ પકડી ને માણીયે ..
આન્ગળી બનજે તું.. હું હથેળી બનું તારી .
ઝંઝાવાત તો શું આપણને અળગા કરશે સખા ..
વહેણ તું બનજે.. હોડી બનીશ હું તારી .
ધારણા ને ચમત્કાર થતાં ભલીવાર નહીં થાય ..
પ્રાર્થના તું બનજે.. હું મુર્તિ બનીશ તારી .
#દ્રશ્ય