સ્ત્રી પ્રક્રુતિ છે , પુરુષ શક્તિ છે .
કોઈ પણ અંકુર ને પાંગરવા આ બેય ની જરૂર પડે જ છે.
સ્ત્રી પોષણ આપે છે જ્યારે પુરુષ રક્ષણ આપે છે.
જ્યારે પોષણ અધિક કે સામાન્ય કરતાં ઓછું મળે તો અંકુરિત બીજ કરમાય જાય છે એ જ રીતે રક્ષણ પણ જો વધારે પડતું કે નહિવત હોય ત્યારે પણ અંકુર વિકાસ કરતું નથી.
માટે જેમ બીજ ને પુર્ણત: ખિલવા માટે હવા, પાણી, પશું-પંખી ની સહાયતા જોય છે તેમ જ બાળક ને ખિલવા માટે ગુરુ, મિત્ર અને અનુભવ ની જરૂર પડે જ છે એ માં-બાપ નથી આપી શકતા.