સોનુને આપણી પર ભરોસો નથી,
આપણને સોનુ પર વિશ્વાસ નથી.
આમ તો એ માત્ર એક ગીત છે,
એમાં એવું બધું કશું તો ખાસ નથી.
લખું છું હું રોજ મારી જ મસ્તીમાં,
વાહ વાહી પામવાનો પ્રયાસ નથી.
ભૂખ નથી એટલે જમ્યો નથી હું,
તમારી પાછળ મારે ઉપવાસ નથી.
સુંદર રંગ પૂર્યા તમે કાગળના ફૂલમાં,
પણ અફસોસ એટલે કે સુવાસ નથી.
ઝેર હવે ઘોળાઈ રહ્યું છે આ હવામાં,
શ્વાસ લઈ શકે તે હવા આસપાસ નથી.
મનોજ નો વિરોધ મને બળવાન કરે છે,
કરો મને બદનામ મને કોઈ ત્રાસ નથી.
મનોજ સંતોકી માનસ
#વિશ્વાસ