સંઘર્ષ ના બીજ ને ખોદી ખોદીને ચકાસો નહીં ...
વિશ્વાસ નું નીર હંમેશા પિવરાવતા રહો બસ .
રાખી ભરોસો હલેસાંનો, નાવ હંકારી પહોંચી જશો ..
મઝધારે બાવડા નું બળ સાચવી લેજો બસ .
પરિવર્તન નિયમ છે ઈશ્વરનો, કદાચ તારી વાટે હોય ..
બદલો પ્રહાર ભલે , પણ ઘા અવિરત રાખજો બસ .
યુગો યુગો દબાય ને પેટાળમાં , કોઈ જ હિરલો બને છે ..
માત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે, જોઈ તો પાણો છે બસ .
હિસાબી પ્રયત્નો બસ આત્મકથા ના હાંસિયા વધારશે ..
વાર્તા તારી 'વાત' નહીં પણ 'ચર્ચા' જગાડે એટલું બસ .
#સંઘર્ષ